આપણું ગુજરાત

Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહી, વધુ એક ફાયર ઓફિસર સસ્પેન્ડ

રાજકોટ : ગુજરાતના રાજકોટના (Rajkot)ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહીમાં વધુ એક ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે કાર્યવાહી હાથ ધરી છે. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ફરજમાં બેદરકારી દાખવવાના આરોપ સાથે સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી તરીકે ધરપકડ બાદ જેલ હવાલે થતા ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ઈલેશ ખેર બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતા. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે અગાઉ લાગેલી આગમાં ફરજમાં બેદરકારી દાખવી ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

21મી જૂને શુક્રવારે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે 25 મી મે 2024નો દિવસ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાની સીટ દ્વારા તપાસ કરી 21મી જૂને શુક્રવારે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં સીટએ 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ અને લાયસન્સ વિભાગ સહિત ચાર વિભાગની બેદરકારી સામે આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button