ગુજરાતનો આ ક્રિકેટર લગ્નના બંધને બંધાયો, પત્ની પણ છે ક્રિકેટર
ભાવનગર: ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલો અને હાલ IPLમાં કોલકાતા નાઈટ રીડર્સ તરફથી રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya) અને મેઘના જાંબુચા (Meghna Jambucha) વિધિવત શાસ્રોક્ત રીતે લગ્નના બંધનમાં બંધાયા છે. ગઈ કાલે રવિવારે પારિવારિક સભ્યો અને મહેમાનોની હાજરીમાં આ લગ્નોત્સવ યોજાયો હતો.
ચેતન અને મેઘનાની સગાઈ ગયા વર્ષે થઈ હતી. મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
ભાવનગરના વરતેજના લેફ્ટ હેડન ફાસ્ટ બોલર ચેતન સાકરિયા સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાંથી કોચીંગ લીધું હતું. રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે નોંધપાત્ર દેખાવ બાદ તે આઈપીએલ- 2020માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો, અનુભવ મળ્યા બાદ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમોમાં તેને ભારતની ટીમ વતી રમવાની પ્રથમ તક મળી હતી.
જુલાઇ, 2021માં તેણે વન ડે ક્રિકેટ ઇન્ટરનેશનલમાં પદાર્પણ કર્યું હતું, ભાવનગરમાંથી અશોક પટેલ બાદ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ રમનારો બીજો ખેલાડી બન્યો હતો. તેણે સાથે ટી-20માં પણ ભારત તરફથી કર્યું હતુ. 2022ની IPL ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા તેને 4.2 કરોડમાં ખરીદાયો હતો.
હાલ ચેતન IPLમાં કોલકાતા તરફથી રહી રહ્યો છે.