આપણું ગુજરાત

ચરોતર નાગરિક સહકારી બેંકને ચૂનો લગાડનાર વિરેન્દ્ર પટેલની ધરપકડ; 77 કરોડની ઉચાપત

અમદાવાદઃ આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર અને 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ રહેલો વિરેન્દ્ર પટેલ આખરે ઝડપાઈ ગયો હતો. ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. તેની સામે પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો કેસ હતો. જેમાં તેણે ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કરી હતી. 2002માં ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ 3 માર્ચ 2004માં સીબીઆઈએ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદની ચરોતર નાગરિક સહકારી બેન્કના ચકચારી 77 કરોડના કૌભાંડ કેસમાં સીબીઆઈએ 20 વર્ષથી વોન્ટેડ પૂર્વ ડિરેક્ટર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. વિરેન્દ્ર પટેલની અમેરિકાથી અમદાવાદ આવતો હોવાની માહિતીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

તેની સામે 2002માં બેન્ક કૌભાંડ કેસ અંતર્ગત છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે 3 માર્ચ 2004માં ઈન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ પાસેથી ગુજરાત પોલીસે વિરેન્દ્ર પટેલનો કબજો મેળવ્યો હતો.

આણંદમાં છેતરપિંડીની ફરિયાદઆરોપી વિરેન્દ્ર પટેલ સામે આણંદમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેની સામે બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ઈન્ટરપોલની વિવિધ ચેનલના માધ્યમથી આરોપીની કડી મળતા અંતે પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button