આપણું ગુજરાતટોપ ન્યૂઝ

દાહોદ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ

દાહોદ: દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. આ કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.

તે ઉપરાંત બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તે માટે Forensic chemistry ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis ટેસ્ટ કરવાથી એ ગાડી ધોવડાવીને પુરાવા નાશ કરવાના પ્રયત્નમાં સફળ નથી રહ્યો. આરોપીનું ફોનમા રેકર્ડીગ મળી આવ્યું હતું આથી ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button