આપણું ગુજરાત

ગુજરાતના ગૃહ સચિવનો ચાર્જ એ. કે. રાકેશને સોંપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી )
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ બાદ હવે ગુજરાતના અધિક ગૃહ સચિવ તરીકે એ. કે. રાકેશને ગૃહ સચિવનો ચાર્જ સોંપાયો છે.

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યા હતો, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ તે અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રો કેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્યુત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરીપુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ચૂંટણી પંચે મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત વધારાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવી દીધા છે. આ સાથે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button