દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી 42 લાખનું ચરસ પકડાયું
અમદાવાદઃ દ્વારકાના દરિયામાંથી અઠવાડિયાની અંદર વધુ એકવાર ચરસ મળી આવ્યું છે. મોજપ દરિયાકાંઠેથી અંદાજે 42 લાખનું ચરસ બિનવારસ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ચરસના જથ્થાને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોની પાસેથી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી તેમજ દ્વારકા પોલીસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂ. 16.03 કરોડથી કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: દ્વારકાના રૂપેણ બંદરથી ઝડપાયું 16.65 કરોડનું બિનવારસી ચરસ
આ ઘટના સ્થાનિક પોલીસે જારી રાખેલી ઝુંબેશ દરમિયાન પોલીસને વધુ એકવાર મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી વધુ એક પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યુ છે. આશરે રૂ. 42 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી ૩૩૦૦ કિલો ડ્રગ્સ પકડાયું
પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ શખ્સો દ્વારા ચોક્કસ કારણોસર ત્યજી દેવામાં આવેલા ડ્રગ્સના આ જથ્થા પૈકી વધુ કેટલોક જથ્થો ઝડપાય તેવી સંભાવના વચ્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત થાય તે માટે વિવિધ દિશાઓમાં ચક્રોગતિમાન કરી વધુ તપાસ જારી રાખવામાં આવી છે.