ગુજરાત પ્રધાનમંડળમાં ફેરફાર: 10ને કેમ પડતા મૂકવામાં આવ્યા, 6 કેમ ટકી ગયા?

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય બાકી છે. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને હર્ષ સંઘવીનું નામ સામેલ છે. 2022માં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકારમાં આ પણ પ્રધાન હતા.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 2022માં જે 16 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું હતું, તેમાંથી 10 નેતાઓને નવી ટીમમાં જગ્યા મળી નથી. રાઘવજી પટેલ, બલવંત સિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, મૂળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર, બચુભાઈ ખાબડ, જગદીશ વિશ્વકર્મા, મુકેશભાઈ પટેલ, ભીમુ સિંહ પરમાર અને કુંવરજી હળપતિને નવા પ્રધાન મંડળમાં સમાવવામાં આવ્યા નથી. આ રીતે 10 જૂના પ્રધાનોની ભૂપેન્દ્ર પટેલની ટીમમાંથી બહાર કરી દેવાયા હતા.

આ છ પ્રધાન કેમ ટક્યા?
. હર્ષ સંઘવીઃ સરકારના સૌથી સક્રિય મંત્રી તરીકેની છબિ કામ કરી ગઈ.
. ઋષીકેશ પટેલઃ પ્રવક્તા પ્રધાન તરીકે સારી કામગીરી. ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો.
. કનુભાઈ દેસાઈઃ બિનવિવાદાસ્પદ ચહેરો છે. દક્ષિણ ગુજરાતમાં સારું પ્રભુત્વ ધરાવે છે.
. કુંવરજી બાવળીયાઃ ખૂબ સારી કામગરી કરી સતત એક્ટિવ રહી લોકો વચ્ચે રહેતા મંત્રી તરીકે છાપ અને કોળી ચહેરો.
. પ્રફુલ પાનસેરિયાઃ અધિકારીઓ સાથે સારું સંકલન, સ્વચ્છ છબિ
. પરસોત્તમ સોલંકીઃ કોળી સમાજ પર દબદબો
આ પણ વાંચો…40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?
આ 10 પ્રધાનોની કેમ પડતા મૂકવામાં આવ્યા
. જગદીશ પંચાલઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હોવાથી એક વ્યક્તિ એક હોદ્દાને કારણે સમાવેશ ન કરવામાં આવ્યો.
. રાઘવજી પટેલઃ ખેડૂતોલક્ષી નિર્ણયો લેવામાં ઢીલાશ.
. બળવંતસિંહ રાજપૂતઃ અધિકારીઓ પર પકડ નહોતી. નરમ સ્વભાવ હતો તેમજ ઉદ્યોગોના વિકાસલક્ષી યોજના બનાવી ન શક્યા.
. મુળૂ બેરાઃ પ્રવાસનલક્ષી યોગ્ય પગલાં ન લઈ શક્યા.
. કુબેર ડીંડોરઃ ભ્રષ્ટાચારની ફરિયાદો મુખ્ય પ્રધાન સુધી પહોંચી હતી, જેના કારણે તેમને પડતા મૂકવામાં આવ્યા.
. મુકેશ પટેલઃ પુત્રના ગન લાયસન્સ વિવાદ મોંઘો પડ્યો.
. બચુ ખાબડઃ મનરેગામાં પુત્રોએ કરેલો ગોટાળો અને નબળી કામગીરી,
. ભીખુસિંહ પરમારઃ પુત્રોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો
. કુંવરજી હળપતિઃ આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન તરીકે ઈમેજ બનાવી શક્યા નહોતા
. ભાનુબેન બાબરીયાઃ મહિલા અને બાળ વિકાસ પ્રધાન તરીકે નબળી કામગીરી.