પાવાગઢ મંદિરમાં પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કર્યો | મુંબઈ સમાચાર

પાવાગઢ મંદિરમાં પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કર્યો

અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કાળી ચૌદસથી લઈને દિવાળી, નવુ વર્ષ અને છેક પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તા. ૧૫મી નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દરવાજા વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે, પાવાગઢ મંદિર સવારે ૫.૦૦ કલાકે દર્શન માટે ખુલી જશે. આ પાંચ દિવસે સાંજે ૭.૩૦ કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થશે.

Back to top button