પાવાગઢમાં મંદિર દર્શનના સમયમાં ફેરફાર | મુંબઈ સમાચાર

પાવાગઢમાં મંદિર દર્શનના સમયમાં ફેરફાર

5 દિવસ માટે આટલા સમય બાદ દર્શન થઇ જશે બંધ

પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારને પગલે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી જતા હોય છે, તહેવારોમાં માતાજીના દર્શનનું એક મોટું માહાત્મય રહેલું છે ત્યારે આગામી 5 દિવસ માટે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સાંજે 7-30 કલાક બાદ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થઇ જશે. આજે કાળી ચૌદશ નિમિત્તે મંદિરમાં માતાજીની ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે દિવાળી નિમિત્તે મંદિરમાં ચોપડાપૂજન પણ કરવામાં આવશે. આજથી લઇને ભાઇબીજ સુધી મંદિરમાં સવારે 5 વાગ્યાથી દર્શન માટે મંદિર ખુલી જશે અને સાંજે 7-30 કલાકે મંદિર બંધ થઇ જશે.

દિવાળીની રજાઓમાં પાવાગઢમાં મહાકાળી મંદિર સહિત કુદરતી સૌંદર્ય ધરાવતા અનેક સ્થળો આવેલા છે જેને પગલે સમગ્ર પંચમહાલ જિલ્લામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, પાવાગઢની નજીક આવેલા ચાંપાનેર હેરિટેજ સિટી, વડા તળાવ જેવા સ્થળો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આમ રજાઓ માણવા આવતા સહેલાણીઓ માટે પણ સ્થાનિક તંત્રએ ખાસ વ્યવસ્થાઓ કરેલી છે.

Back to top button