ગુજરાતના 25 જિલ્લામાં ફેલાયો Chandipura Virus, કુલ 153 શંકાસ્પદ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં ગત જૂન મહિનામાં શરૂ થયેલ ચાંદીપુરા વાયરસ(Chandipura Virus) હાલ રાજયના 25 જિલ્લામાં ફેલાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સામે આવતા કુલ આંક 153 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે રાજ્યમાં વધુ એક બાળકનું મોત થતાં ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને 66 પર પહોંચી ચૂક્યો છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 153 કેસો છે.
ગીર સોમનાથમાં એક-એક શંકાસ્પદ કેસ
જેમાં સાબરકાંઠા-16, અરવલ્લીમાં સાત, મહીસાગર ત્રણ, ખેડામાં સાત, મહેસાણામાં નવ, રાજકોટમાં સાત, સુરેન્દ્રનગરમાં પાંચ, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગરમા આઠ, પંચમહાલ-16, જામનગરમાં સાત, મોરબીમાં છ, ગાંધીનગર કોર્પેરેશનમાં ત્રણ, છોટા ઉદેપુરમા બે, દાહોદમાં ચાર, વડોદરામાં સાત, નર્મદામા બે, બનાસકાંઠામાં છ, વડોદરા કોર્પોરેશનમાં બે, ભાવનગરમાં એક દેવભૂમિ દ્વારકામાં બે, રાજકોટ કોર્પોરેશનમાં ચાર, કચ્છમાં પાંચ, સુરત કોર્પોરેશનમાં બે, ભરૂચમાં ચાર, અમદાવાદમાં બે, જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ તેમજ ગીર સોમનાથમાં એક-એક શંકાસ્પદ કેસો મળ્યાં છે.
ચાંદીપુરા કુલ 57 કેસ પોઝીટીવ
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 153 કેસો પૈકી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ત્રણ, મહીસાગરમાં બે, ખેડામાં ચાર, મહેસાણાા પાંચ, રાજકોટમાં ત્રણ, સુરેન્દ્રનગરમા ત્રણ, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ, ગાંધીનગરમાં બે, પંચમહાલમાં સાત, જામનગર અને મોરબીમાં એક-એક, દાહોદમાં ત્રણ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પોરેશનમાં એક-એક, કચ્છમાં ચાર, સુરત કોર્પોરેશનમાં બે, ભરૂચ, અમદાવાદ, પોરબંદર તેમજ પાટણમાં એક-એક સહિત ચાંદીપુરા કુલ 57 કેસ પોઝીટીવ મળ્યાં છે.
મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી
રાજ્ય આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 47,531 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. અને કુલ 7,33,542 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે