આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

chandipura virus : પૂણે આપેલા 7 ટેસ્ટમાંથી 1 ટેસ્ટ કન્ફર્મ; હવે ગાંધીનગરમાં જ થશે ટેસ્ટિંગ

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની ગયો છે અને તેનું સંક્રમણ પણ વધી રહ્યું છે. આ વાયરસ અત્યાર સુધીમાં 21 જેટલા માસૂમ બાળકોનો ભોગ પણ લઈ ચૂક્યો છે. આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલમાં 1 બાળકનું મોત થયું છે. હાલ ચાંદીપુરા વાઇરસના કુલ શંકાસ્પદ કેસોની સંખ્યાનો આંક 35 સુધી પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન આરોગ્ય પ્રધાને ચાંદીપૂરઆ વાયરસને લઈને વિગતો આપી હતી.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આજે રાજ્યમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળી હતી. આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

પૂણે ખાતે મોકલવામાં આવેલા 7 સેમ્પલના રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાંથી એક જ કેસ ચાંદીપુરા વાઇરસનો કન્ફર્મ થયેલ છે. જો કે અત્યારસુધી સેમ્પલના ટેસ્ટિંગ માટેની કોઈ સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ નહોતી. આ માટે બધા સેમ્પલોને પૂણે મોકલવામાં આવતા હતા. જો કે હવે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. હવે સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે.

આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસનો કહેરઃ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

આ બેઠકમાં મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાઉડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવાની સૂચના આપી છે. સાથે જ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય એ બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાનાં કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button