ગુજરાતમાં Chandipura Virus બેકાબૂ, શંકાસ્પદ 101 કેસ 38 લોકોના મોત
ગાંધીનગર : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ(Chandipura Virus) સતત વકરી રહ્યો છે. જેમાં સરકારના સતત પ્રયાસો છતાં રોગ બેકાબુ બની રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા વધી રહી છે. ગુજરાતમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે. જેમાં ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે.
62,270 ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી
આ ઉપરાંત રાજ્યમાં આરોગ્યતંત્ર દ્વારા રોગને કાબૂમાં લેવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં
રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સવની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા- પાવડરનો છંટકાવ કરાયો છે જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.
| Also Read: ગુજરાતમાં Chandipura Virusના કુલ 88 કેસ, મૃત્યુઆંક વધીને 36 થયો
શું છે ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાય છે.
માખીનો નાશ કરી દેવો જોઈએ
ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. આ વાયરસના કારણે તાવ આવે છે. આ વાયરસ ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.