આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ફેલાતો Chandipura Virusનો કહેર, ચાર જિલ્લામાં 09 કેસ નોંધાયા, 6 બાળકોના મોત

અમદાવાદ :ગુજરાતના(Gujarat) સાબરકાંઠા જિલ્લામાં સામે આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus) કહેર ચાર જિલ્લામાં ફેલાયો હોવાની માહિતી સાંપડી છે. જેમાં આ જિલ્લાઓમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 09 કેસ નોંધાયા છે જ્યારે 6 બાળકોના મોત થયા છે. જો કે આ વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઘેર ઘેર સર્વે કરીને સફાઇની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને ઘરની આસપાસ સફાઇ રાખવા અપીલ કરવામાં આવી છે. આ દરમ્યાન બિનસત્તાવાર રીતે રાજ્યના ચાંદીપુરા વાયરસના 12 કેસ નોંધાયા છે જ્યારે 09 બાળકોના મોત થયા છે.

ગાંધીનગર જિલ્લામા વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ

ગાંધીનગર જિલ્લામા વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાત વર્ષના બાળકમાં લક્ષણ જોવા મળ્યા છે.બાળકને તાવ ખેંચ સાથે મગજના તાવની અસર છે. બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને આ અંગે સાવચેતી રાખવા અપીલ કરી

આ દરમ્યાન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને આ અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમજ સરકારે આ લક્ષણોને ધ્યાનમાં રાખીને સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ રોગ ચેપી નથી. ચાંદીપુરા રોગથી ગભરાવવાની જરુર નથી. સાવચેતી જરૂરથી રાખીએ. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સ્ક્રીનીંગ હાથ ધરાયું છે.

રાજ્યમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે જૂનથી અત્યાર સુધીમાં ચાર બાળકોના મોત થયા છે. અન્ય બે બાળકોની સારવાર ચાલુ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જુન મહિનામાં એક બાળકના મોત બાદ તમામ 6 બાળકોના સેમ્પલ લઈને પુના ખાતે મોકલવામાં આવ્યા છે.

સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા.

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુની સંભાવનાને કારણે તમામ 6 બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને પરીક્ષણ માટે પુણે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ સોમવારે આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે તે કયો વાયરસ છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

ફ્લૂ જેવા લક્ષણો

ચાંદીપુરા વાયરસથી સંક્રમિત લોકો તાવ અને ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. જો દર્દીને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…