અરવલ્લીઆપણું ગુજરાતટોપ ન્યૂઝસાબરકાંઠા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, પાંચ બાળકોના મોત

અમદાવાદઃ ગુજરાત સહિત દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે હવે વધુ એક વાયરસને કારણે દહેશત ફેલાઈ છે. ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ‘ચાંદીપુરા’ (Chandipura Virus in Gujarat)નામના વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે.

તબીબોના જણાવ્યા અનુસાર ‘ચાંદીપુરા’ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતાં. સાબરકાંઠાના ખેડબ્રહ્માના એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલી જિલ્લાના ભિલોરાના બે બાળકોના મોત થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નવા વાયરસને કારણે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

આ રોગના મહત્તમ લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

કઇ રીતે ફેલાય છે આ વાયરસ?
ચાંદીપુરા વાયરસ આરએનએ વાયરસ છે. આ વાયરસ મોટેભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં એડીસ મોટે ભાગે આ માટે જવાબદાર છે. તેમાં મૃત્યુદર પણ સૌથી વધુ છે.

પ્રથમ કેસ વર્ષ 1965માં નોંધાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 1965માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…