આપણું ગુજરાત

ચૈતર વસાવા કેસ: રાજપીપળા કોર્ટ બહાર AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઇટાલિયાને રોક્યા…

રાજપીપળા: દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડથી રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેની ઝઘડાની ઘટના બાદ ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારબાદ નર્મદા પોલીસે ચૈતર વસાવાની ધપકડ કરી હતી અને ત્યાર બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ સમયે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, પક્ષના કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકવાનો મામલો વધુ ગરમાયો હતો.

કોર્ટ બહાર પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ!
મળતી વિગતો અનુસાર ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે આપના નેતા ગોપાલ ઇટાલિયાની કારને કોર્ટ પરિસરમાં જતાં રોકી હતી આ કોર્ટના ગેટ બંધ કરી દીધા હતા. આ મુદ્દે આપના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકરોનું પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતપ. જેમાં આપે પોલીસને પ્રશ્ન કર્યો હતો કે,’તમે એક વકીલને કેમ કોર્ટમાં જતાં રોકી શકો? અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ઓપન કોર્ટ છે. પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં”

આ લોકશાહી છે કે બીજું કાઇ?
આપના ધારાસભ્ય અને નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો હતો કે તમને એવી સત્તા કોને આપી છે? તમે કોણ છો નક્કી કરવાવાળા કે હું કોનો વકીલ છું કે કોર્ટમાં કોણ જશે. કાર્યકરોએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે આ લોકશાહી છે કે બીજું કાઇ?” આ દરમિયાન પોલીસ અધિકારી ફોન પર વાત કરતાં જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પોલીસ અધિકારીને પ્રશ્ન કર્યો હતો કે શું આટલી દાદાગીરી કે તમે એક એડવોકેટને કોર્ટમાં જતાં રોકશો? પોલીસ સ્ટેશનમાં નહિ આવવા દો, કોર્ટમાં નહિ જવા દો તો જવાનું કયા? તેમણે કહ્યું હતું કે જાણે ત્રાસવાદી હોય તેમ બંધ કરીને રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ડેડીયાપાડાના આપના ધારસભ્ય ચૈતર વસાવાની અટકાયત પર કેજરીવાલે શું કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button