ગુજરાતમાં વરસાદી નુકસાનનું આંકલન કરવા કેન્દ્ર સરકારની ટીમ પહોંચી ગુજરાત: ચાર દિવસ કરશે સર્વે
ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદના પગલે જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને થયેલા નુકસાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ હાલ ગુજરાત આવી છે. તેઓ 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.
રાજ્યમાં અતિભારે પડેલા વરસાદના કારણે રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. ઓગષ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં થયેલ નુકસાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.
આ પણ વાંચો : સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાજેન્દ્ર રત્નુ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ, નેશનલ ઇંસ્ટિટ્યૂટ ડિજાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.
અધિક મુખ્ય સચિવ, મહેસૂલ અને રાજેન્દ્ર રત્નુ દ્વારા રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકશાનીના સંદર્ભે કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, પશુપાલન, માર્ગ અને મકાન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, SSNNL વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના અધિકારીઓ અને નોડલ અઘિકારીઓ હાજર રહેલ હતા.