ગુજરાતના યાત્રાધામોમાં ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર: પોષી પૂનમની કરી ભવ્ય ઉજવણી | મુંબઈ સમાચાર

ગુજરાતના યાત્રાધામોમાં ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર: પોષી પૂનમની કરી ભવ્ય ઉજવણી

અમદાવાદઃ આજે પોષી પૂનમ નિમિત્તે રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શક્તિપીઠ અંબાજી, બહુચરાજી તેમજ નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી થઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોતયાત્રા યોજાઈ હતી.

ત્રિ-દિવસીય શાહી સ્નાન રવિવારે સાંજે શ્રી શંભુ પંચ દશનામ આહ્વાન અખાડા ભૈરવ ધૂની દ્વારા આયોજિત ત્રિ-દિવસીય શાહી સ્નાનના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ મહા ઉત્સવમાં સહભાગી થવા મોટી સંખ્યામાં નાગા બાબા, સાધ સંતો, મહંતોએ અંબાજી તીર્થધામમાં આવી પહોંચ્યા હતા. તે જ પ્રકારે બહુચરાજી સ્થિત બહુચર માતાના મંદિરમાં પણ માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી.

Also read: આજે પોષી પૂનમ: જગતજનની માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ…

સંતરામ મંદિરમાં બોર પૂનમની ઉજવણી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં પૂનમના દિવસે બોર ઉછાળવાની પરંપાર 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે. બાળક જન્મ પછી બોલતું ન હોય, તોતડું બોલતું હોય કે ઓછું બોલતું બાળક વ્યવસ્થિત બાળક બોલતું થાય તે માટે બાળકના માતા-પિતા કે સ્વજનો સંતરામ મહારાજશ્રીની બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતાં વહેલી સવારથી જ મંદિરમાં ભકતોની ભીડ ઉમટી હતી. યાત્રાધામોમાં ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ અરવલ્લીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. પોષી પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શને ઉમટ્યા હતા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી હતી. પૂનમ હોવાથી ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા. શામળાજી મંદિરને પણ ફુલોથી સજાવવામાં આવ્યું હતુ. દિવસ દરમિયા હજારો ભાવિકોએ શામળિયાના દર્શન કર્યા.

Back to top button