ગુજરાતમાં Janmashtami ની ઉત્સાહભેર ઉજવણી, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારે રાત્રીના 12 ના ટકોરે કૃષ્ણના જન્મોત્સવના(Janmashtami)વધામણા કરાયા છે. રાજ્યમાં આવેલા દરેક મંદિરોમાં શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા.
રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે જન્માષ્ટમીના વધામણા
રાજ્યભરના મંદિર, સોસાયટી અને ઘરોમાં સવારથી મોડી રાત્રી સુધી ભજન- કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા.
દ્વારકા, ડાકોર, સહિતના કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર
રાજ્યભરમાં સોમવારે જન્માષ્ટમીના દિવસે દરેક જિલ્લા અને શહેરમાં આવેલા મંદિરો અને સોસાયટી અને ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો, સોસાયટી અને ઘરમાં સજાવટ સાથે ભક્તિમય બન્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરી
કૃષ્ણ મંદિરોમાં ફુલોથી ડેકોરેશન અને વિવિધ થીમ પર મંદિર ની સજાવટ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત રાત્રીના દરમિયાન ભજન સાથે રાત્રે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે સુંઠ, પંજરી અને વિવિધ મીઠાઈનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવી હતી. જ્યારે અનેક સ્થળોએ ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.
Also Read –