Rajkot ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, વેલ્ડિંગના તણખા પડતાં લાગી આગ
અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot) ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ચાર બાળકો સહિત 28 લોકોના સત્તાવાર મોત થયાના બે દિવસ બાદ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે વેલ્ડિંગ કરતી વખતે આગ કેવી રીતે લાગી અને પછી ફેલાઈ હતી. આ વીડિયોમાં આગ લાગવાની સમગ્ર ઘટના જોઇ શકાય છે. જે સ્થળે આગ લાગવાની શરૂઆત થઈ તેની આસપા અત્યંત જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હતી. આગની શરૂઆત થતાં ઘણા લોકો આગમાંથી જ્વલનશીલ સામગ્રીને દૂર કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
જરૂરી ફાયર સેફ્ટી ક્લિયરન્સ નહોતું
જ્યારે ગેમ ઝોનમાં ઇંધણ, ટાયર, ફાઇબરગ્લાસ શેડ્સ અને થર્મોકોલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ ઝડપી અને તીવ્રતાથી ફેલાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગેમિંગ ઝોનમાં ઘટના સમયે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જરૂરી ફાયર સેફ્ટી ક્લિયરન્સ નહોતું. જ્યારે ગેમિંગ ઝોનના માલિકોએ ફાયર સેફ્ટીના સાધનો માટે પોલીસને બિલ સુપરત કર્યા હતા અને આવા સાધનો જગ્યા પર લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો, ત્યારે જરૂરી ફાયર એનઓસી મેળવવા માટેની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ તે પૂર્ણ થઈ ન હતી. તેમ રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.
હત્યા સહિતના વિવિધ આરોપો હેઠળ ધરપકડ
પોલીસે ગેમિંગ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને તેના મેનેજર નીતિન જૈનની હત્યા સહિતના વિવિધ આરોપો હેઠળ ધરપકડ કરી છે.અન્ય ચાર આરોપીઓ સામે પણ કલમ 304 , 308, 337, 338 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 114ને પણ ઉમેરવામાં આવી છે.
સોમવારે હાઇકોર્ટેમાં સુનાવણી
જ્યારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમજ રવિવારે રાજકોટમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથેની બેઠક દરમિયાન પાંચ સભ્યોની ટીમને ત્રણ દિવસમાં ઘટનાનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો અપીલ દાખલ કરી છે. તેમજ રાજય સરકાર અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી છે. તેમજ આજે સોમવારે આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે.
Also Read –