આજથી CBSE ધો.10 -12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ રાજ્યના 75 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે…
![Students celebrating after CBSE Board announces removal of rank and division system for 10th and 12th exams.](/wp-content/uploads/2023/12/students_pti_k_0_1200x768.webp)
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં આજથી CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા આજથી શરૂ થઈ 18મી માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 2જી એપ્રિલ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10.30 થી 1.30 સુધીનો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા નવી પોલિસી અમલમાં આવી છે. આ વર્ષે પોલિસીમાં બદલાવ કરીને દર 240 વિદ્યાર્થીએ મોનિટરીંગ માટે અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
Also read : અમદાવાદમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, વાઈરલ ઈન્ફ્કેશનનો રાફડો ફાટ્યો…
પરીક્ષાર્થીઓ પર સીસીટીવી મોનિટરિંગ ઓફિસર રાખશે બાજ નજર
નવા નિયમ મુજબ પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 કલાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી પર ઉપર નજર રાખશે અને તેના ઉપર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. જ્યાં સુધી પરીક્ષાનું પરિણામ ના આવે ત્યાં સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવાનું રહેશે.
ગુજરાતમાં પરીક્ષા માટે 75 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા
ગુજરાતમાંથી ધો.-10 અને 12ની પરીક્ષા માટે 75 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.-10માં 43 હજારથી વધુ અને ધો.12માં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં હાજર રહેશે. ગત વર્ષે રાજ્યમાંથી 69 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થતિ રહ્યા હતા. ધો. 10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 18મી માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધો.-12ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 4થી એપ્રિલના રોજ પૂર્ણ થશે.
અમદાવાદના 14 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે
આજથી શરૂ થનારી ધો. 10 અને 12ની પરીક્ષામાં અમદાવાદમાંથી 14 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10ના 7909 અને ધો.-12ના 6372 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોધાયા છે. અમદાવાદમાં પરીક્ષાને લઈને 21 કેન્દ્રો પણ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 14281 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
Also read : ગુજરાતમાં આ રોગની સારવાર માટે સરકાર દર મહિને આપે છે રૂ. ૧૦૦૦ની સહાય, ૯૦ ટકાથી વધુ દર્દી થયા સાજા
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આટલી વસ્તુ લઈ જઈ શકશે
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ અને સ્કૂલ ઓળખપત્ર, રિપિટર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ અને ફોટો ઓળખપત્ર, ટ્રાન્સપરન્ટ પાઉચ, પેન્સિલ બોકસ, બ્લૂ પેન, સ્કેલ, રાઈટિંગ પેડ, ઈરેઝર, એનાલોગ વોચ, ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, મેટ્રો કાર્ડ, બસ પાસ, પૈસા લઈ જઈ શકશે