NEET પરીક્ષા કૌભાંડની તપાસને લઈને CBIના ગોધરામાં ધામા

ગોધરા: દેશમાં બહુચર્ચિત NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIની તપાસ ચાલી રહી છે. જેને લઈને આજે CBI દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે 6 વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. જો કે આ કેસમાં હજુ વધુ સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં પણ આવી શકે છે. CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના માલિકનું નિવેદન લેવાનું હાલમાં શરૂ છે.
સીબીઆઈએ ગુરુવારે NEET-UG પેપર લીક કેસમાં તેની પ્રથમ ધરપકડ કરી હતી, જેમાં પટનામાં બે લોકોને કસ્ટડીમાં લીધા હતા જ્યારે ગુજરાતના ત્રણ ઉમેદવારો કે જેમણે પરીક્ષા પાસ કરવા માટે કથિત રીતે મદદની વિનંતી કરી હતી. તપાસ એજન્સી સાથે નિવેદનો, અધિકારીઓએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ – મનીષ કુમાર અને આશુતોષ કુમાર પર કથિત રૂપે પરીક્ષા પહેલા મેડિકલ પ્રવેશ પરીક્ષાના ઉમેદવારોને સલામત આવાસ પૂરા પાડતા હતા અને તેમને લીક થયેલા પ્રશ્નપત્રો અને આન્સર કી આપી હોવાનું એમને જણાવ્યું હતું.
આ પણ વાંચો : હવે રહેઠાણ વિસ્તારમાંથી રૂ. 21.06 કરોડની કિંમતના ચરસ સાથે એકની ધરપકડ
ગોધરા શહેરની જય જલારામ સ્કૂલમાં પણ NEET કૌભાંડને લઈને તપાસમાં ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અહી તપાસમાં પ્રથમ દિવસથી જ સીબીઆઇ દ્વારા ગોધરા શહેરના સર્કિટહાઉસ ખાતે તપાસનો દોર ચલાવવામાં આવ્યો છે. જેને લઈને સોમવારથી CBI ટીમે ગોધરામાં ધામા નાખ્યા છે.
ખૂબ જ ચકચારી બનેલ ઘટના NEET પેપર લીક કૌભાંડનીઓ કેસ હાલ CBIની તપાસ હેઠળ છે. જેને લઈને સોમવારથી CBIની ટીમ ગોધરામાં છે. પેપરલીક કૌભાંડ મામલે CBI ટીમ અને પંચમહાલ પોલીસ સયુંકત રીતે કમ કરી રહી છે. આ મામલે પંચમહાલ પોલીસ પાસેથી 6 જેટલી ફાઈલો અને 1000 પાનાનાં દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે.