આપણું ગુજરાતવિજ્ઞાન અને ટેકનોલોજી

સાવધાન, ગુજરાતમાં દબાતે પગલે ઘૂસી આવ્યો છે કોવિડ, વડોદરામાં વૃદ્ધાનું મોત

ગુજરાતમાં પ્રચંડ ગરમીના પ્રકોપ વચ્ચે દબાતા પગલે હવે કોવિડ આવી પહોચતા નાગરિકોમાં છુપો ભય ફેલાયો છે. એક તરફ રાજ્યના નાગરિકો ગરમીના મોરચે ઝઝૂમી રહ્યાં છે ત્યાં જ કોવિડ આવી જતાં ફફડાટ ફેલાયો છે. વડોદરામાં આવી પહોચેલા કોવિડે એક 65 વર્ષીય વૃદ્ધાનો ભોગ લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલાને લક્ષણમા સામાન્ય ઝાડા-ઉલટી જ હતા, અને 12 દિવસની સારવાર બાદ મૃત્યુના કારણમાં કોવિડ સામે આવ્યો છે, આમ કોરોનાની નવી ઈનિંગ શરૂ થઈ હોય તેમ એક દર્દીનું મોત થયું છે. ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનોનો કેસ ધ્યાને આવ્યો છે. ત્યારે ફરી એકવાર સાવચેતીના પગલાની આવશ્યકતા જણાઈ રહી છે.

વડોદરામાં કોરોનાથી એક દર્દીના મોત થી કોરોનાએ વધુ એકવાર ફફડાટ ફેલાવ્યો છે. મહિલા ને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે કહેવાય છે કે નોર્મલ રીતે આ મહિલાને ઝાડા ઉલટીની સારવાર માટે શહેરની SSG હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં કોરોનાના લક્ષણો જણાતા મહિલા દર્દીને તે પ્રમાણેની સારવાર શરૂ કરવામાં આવી હતી . જ્યાં વૃદ્ધાને વેન્ટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યા હતા. આ મહિલા દર્દી છેલ્લા 12 દિવસથી સારવાર હેઠળ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે.

ગભરાશો નહીં, કરો કોવિડ ગાઈડ લાઇનનું પાલન

જાણીતા હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, આવા સમયે ગભરાવાની જરૂર નથી,જરૂર છે સતર્કતા દાખવવાની. કોવિડની માર્ગદર્શિકાનું આવા સમયે તુરંત પાલન કરવું જોઈએ. આ પ્રોટોકોલને અનુસરવાથી માત્ર તમને જ નહીં, પરંતુ કોરોનાના ગંભીર રોગ ના જોખમમાં રહેલા લોકોના ચેપથી બચવામાં મોટી મદદ મળી શકે તેમ છે . આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જો પરિવારના કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી લેવી જોઈએ. સામાજિક અંતરનું પાલન કરવું પણ અતિ આવશ્યક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button