આપણું ગુજરાત

Kheda માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના 132 કેસ નોંધાયા

માતર : ખેડા(Kheda)જિલ્લાના માતર તાલુકાના રતનપુરમાં પાણીજન્ય રોગચાળો(Epidemic)વકર્યો છે. જેના લીધે ગામમાં ઝાડા ઊલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણીની લાઇનમાં પાંચથી વધુ લીકેજ થયા બાદ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ કરાયુ ન હતું. જેના કારણે છેલ્લા બે દિવસની અંદર 132 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. ત્યારે હવે સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા 10 જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરી છે.

કન્યા શાળામાં સબ સેન્ટર ઊભું કરાયું

ગામમાં સતત વધી રહેલા પાણીજન્ય રોગચાળાના પગલે ડોક્ટરોની ટીમ સતત 24 કલાક રતનપુર ગામે આવેલ સબ સેન્ટરમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. સબ સેન્ટર નાનું હોવાથી દર્દીઓને બાટલાઓ ચઢાવવા તેમજ સારવાર માટે અગવડ પડતી હોવાથી રતનપુર ગામે આવેલી કન્યા શાળામાં સબ સેન્ટર ઊભું કરીને ડોક્ટરો દ્વારા હાલ સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હાલમાં લિકેજની તપાસ હાથ ધરવામાં આવી

આ ઉપરાંત રવિવારે મોડી રાત્રે 35 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ મળી આવતાં તેમની પ્રાથમિક સારવાર કરીને ખેડા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ નાના બાળકો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક તબક્કે પીવાના પાણીને લઈને રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઇને તંત્ર દ્વારા હાલમાં લિકેજની તપાસ હાથ ધરવામાં આવી છે. પાણીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત