અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચાંદીપુરાએ ગામડાઓમાં તો કોલેરા જેવા રોગોએ શહેરને લીધું ભરડામાં

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં વધતા શંકાસ્પદ કેસની વચ્ચે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યા છે. શહેરમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. પરંતુ પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં આત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 940 તથા કોલેરાના 32 કેસ નોંધાયા છે. વર્ષ-૨૦૨૩માં વર્ષના અંત સુધીમાં કોલેરાના 95 કેસ નોંધાયા હતા. આ વર્ષે સાત મહીનામાં જ કોલેરાના ૧૫૫ કેસ નોંધાયા છે.

સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ અમદાવાદ શહેરનાં અમરાઈવાડી, બહેરામપુરા, ચાંદલોડીયા, ગોમતીપુર ઉપરાંત દાણીલીમડા, લાંભા, મણિનગર, સરસપુર-રખિયાલ, ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા તેમજ ગોતા, જોધપુર, ખોખરા, નવા વાડજમાં કોલેરાના કેસ નોંધાયા છે. શહેરમાં ટાઈફોઈડના 423 કેસ, કમળોના 228 કેસ, ડેન્ગ્યૂના 79 કેસ, મેલેરિયાના 14 કેસ, ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. મનપા તરફથી પુરુ પાડવામાં આવતા પાણીના લેવાયેલા સેમ્પલ પૈકી 736 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. ૧૫૫ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે. શહેરમા વરસાદ વરસતો નથી પણ વાદળછાયા વાતાવરણ રહેવાને કારણે અને વાતાવરણમાં સામાન્ય ઠંડકને કારણે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધી ગયો છે. શહેરીજનો મચ્છર કરડવાને કારણે બીમારીમાં સપડાઈ રહ્યા છે.

શહેરમાં ગંદકી પણ જોવા મળે છે. આથી પાલિકાએ તો સ્વચ્છતાની સંભાળ લેવાની જ છે, પરંતુ લોકોએ પણ સાફસફાઈ અને ઉકાળેલું પાણી તેમ જ બહારના ખાવાથી બચવાની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button