ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં વધારો, કુલ કેસની સંખ્યા 161 થયો

અમદાવાદઃ ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ(Chandipura Virus)માં સામાન્ય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 161 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 72 પર પહોંચી ગયો છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 13 દર્દી દાખલ છે અને 76 દર્દીઓ ને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 161 કેસ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 161 દર્દીઓ છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર- 04, ખેડા- 07, મહેસાણા- 10, રાજકોટ- 07, સુરેન્દ્રનગર- 05, અમદાવાદ કોર્પોરેશન- 12, ગાંધીનગર- 08, પંચમહાલ- 16, જામનગર- 08, મોરબી- 06, ગાંધીનગર કોર્પોરેશન- 03, છોટાઉદેપુર- 02, દાહોદ- 04, વડોદરા- 09, નર્મદા- 02, બનાસકાંઠા- 07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર- 01 દેવભૂમિ દ્વારકા- 02, રાજકોટ કોર્પોરેશન- 04, કચ્છ- 05, સુરત કોર્પોરેશન- 02, ભરૂચ- 04, અમદાવાદ- 02, જામનગર કોર્પોરેશન- 01, પોરબંદર- 01, પાટણ- 01, ગીર સોમનાથ- 01, અમરેલી- 01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
રાજ્યમાંકુલ 59 કેસ પોઝિટિવ
આ તમામ પૈકી સાબરકાંઠા- 06, અરવલ્લી- 03, મહીસાગર-03, ખેડા- 04, મહેસાણા- 05, રાજકોટ- 03, સુરેન્દ્રનગર- 03, અમદાવાદ કોર્પોરેશન- 03, ગાંધીનગર- 02, પંચમહાલ- 07, જામનગર- 01, મોરબી- 01, દાહોદ- 03, વડોદરા- 01, બનાસકાંઠા- 02, દેવભૂમિ દ્વારકા- 01, રાજકોટ કોર્પોરેશન- 01, કચ્છ- 04, સુરત કોર્પોરેશન- 02, ભરૂચ- 01, અમદાવાદ- 01, પોરબંદર-01 તેમજ પાટણ- 01 સહિત ચાંદીપુરા કુલ 59 કેસ પોઝિટિવ છે.
રાજ્યમાં કુલ 72 દર્દીઓના મોત:
ગુજરાત રાજ્યના શંકાશપદ પૈકી સાબરકાંઠા- 05, અરવલ્લી- 03, મહીસાગર અને, ખેડા- 2-2, મહેસાણા- 05, રાજકોટ- 04, સુરેન્દ્રનગર- 02, અમદાવાદ કોર્પોરેશન- 06, ગાંધીનગર- 03, પંચમહાલ- 07, જામનગર- 04, મોરબી- 04, ગાંધીનગર કોર્પોરેશન- 02, દાહોદ-03, વડોદરા- 04, નર્મદા- 01, બનાસકાંઠા- 04, વડોદરા કોર્પોરેશન- 01, દેવભૂમિ દ્વારકા- 01, કચ્છ- 04, સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર કોર્પોરેશન, પાટણ, ગીર સોમનાથમાં 1-1 સહિત કુલ 72 દર્દીઓના મોત થયા છે.
રાજ્યની કુલ 30,387 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 52,153 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 7,43,383 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 1,49,548 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. જ્યારે કુલ 30,387 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,172 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. અને કુલ 35,310 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,517 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.