ગુજરાતમાં NEET પરીક્ષા ગેરરીતિની તપાસ CBI એ શરૂ કરી

દેશભરના NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપરલીકના આક્ષેપો વચ્ચે સીબીઆઇએ(CBI)આ કેસની તપાસ શરૂ કરી છે. જેમાં ગુજરાતના ગોધરા સેન્ટર પર ગેરરીતિની ફરિયાદ સામે આવી હતી. જેમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં આ કેસની તપાસ કરેલી સીબીઆઇને ગોધરા પોલીસે પોતાનો અહેવાલ અને પુરાવા સોંપી દીધા છે. સોમવારે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના પાંચથી વધારે અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી હતી. હવે સીબીઆઇ દ્વારા આ દસ્તાવેજોની તપાસ દરમિયાન કેવા ખુલાસા બહાર આવે તે જોવું રહ્યું.
પાંચ આરોપીઓને પકડી પાડવામા આવ્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તેમજ આ મામલે પાંચ આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા.
CBIની ટીમ હાલ તપાસ કરી રહી છે
સીબીઆઈ ટીમ સાથે જિલ્લા પોલીસએ પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ મિડીયાએ એનટીએનું બિહાર, મહારાષ્ટ્ર કનેકશન સામે આવ્યુ છે. તેમણે આ કેસ સીબીઆઈને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. સીબીઆઈની ટીમ હાલ તપાસ કરી રહી છે.