બેફામ-બેદરકાર ડ્રાયવિંગને લીધે બાર કલાકમાં ચારના જીવ ગયા

લગભગ રોજ અકસ્માતની ઘટનાઓ બને છે અને તેના મૂળમાં નિયંત્રણ વિનાનું ડ્રાયવિંગ છે. પોતાના હાથમાં વાહન આવે એટલે જાણે રસ્તો પોતાનો હોય તેમ વાહનો ચલાવતા ચાલકો પોતાનો અને અન્યોના જીવ જોખમમાં મૂકે છે. ફરી જામનગર પંથકમા આવી બે ઘટનામાં ચાર જીવ ગયા છે. માત્ર બાર કલાકમાં તહેવારના દિવસોમાં ચાર પરિવારો આક્રંદ કરતા થઈ ગયા છે.
જામનગરમાં જેમાં મોટી ખાવડીમાં કારની અડફેટે 3 પદયાત્રીના મોત થયા છે. જામનગર- ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. મોટી ખાવડી પાસે પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હોવાની વિગતો બહાર આવી છે. દ્વારકા જઈ રહેલા 4 માંથી 3 પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા છે. આ ઘટનામાં મેઘપર પડાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નાની બાણુગર પાસે બીએમડબલ્યુની હડફેટે એક દંપત્તી આવી ગયું હતું ,જેમાં પતિનું ઘટનાસ્થળ મોત થયું હતું જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી