આપણું ગુજરાત

વડોદરા નેશનલ હાઇવે પર અકસ્માતમાં કારનું કચુંબર

અમદાવાદ: મંગળવારે રાત્રે વડોદરાના નેશનલ હાઈવે પર આવેલ દેના ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારને ટ્રકે ટક્કર મારતા કારનો છૂંદો વળી ગયો હતો. આથી સ્થાનિક લોકો અને પોલીસે કારના પતરા તોડી અંદર રહેલા ૪ લોકોને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, તમામની તબિયત સ્ટેબલ હોવાનું તબીબોએ જણાવ્યું છે.સુરતનો એક પરિવાર ધાર્મિક કાર્યક્રમ પતાવી સુરત પાછા જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને ટ્રકે ટક્કર મારતાં કારનો ખુડદો બોલી ગયો હતો. સ્થાનિકો અને પોલીસોએ કારના પતરા તોડીને ઇજાગ્રસ્ત સોનલ રાજેશ ઝવેરી (ઉ.વ. ૫૮), ચેતન નવીનચંદ્ર દેસાઇ (ઉ.વ. ૫૨), મીતા ચેતન દેસાઇ (ઉ.વ. ૫૪) અને હેતલ નવીનચંદ્ર દેસાઇ (ઉ.વ. ૪૭) ને સયાજી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button