આપણું ગુજરાતગાંધીનગરસાબરકાંઠા

ગુજરાતમાં હોનારત ટળીઃ સાબરકાંઠામાં નદીમાં કાર ડૂબી, વીડિયો વાઈરલ…

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદ પછી એકંદરે વિરામ લીધા પછી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું નથી. વરસાદના વિરામ વચ્ચે તાજેતરમાં સાબરકાંઠામાં નદીના પ્રવાહમાં એક કાર તણાતા ખળભળાટ મચી ગયો હતો. કોઝવેમાં કાર ડૂબ્યા પછી લોકોનો જીવ પડિકે બંધાયો હતો, પરંતુ સમયસર પ્રશાસન દ્વારા પરિવારને બચાવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ પરિવારે પણ કોઈ પણ જાતની હિંમત હાર્યા વિના એ કપરી પળોનો સામનો કર્યો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી પરિવારની હિંમતની પણ લોકોએ ખાસ કરીને પ્રશંસા કરી હતી.

સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા જતા કોઝવે રોડ પરથી પસાર થનારી કાર નદીમાં તણાઈ હતી. અચાનક ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણી વધારે આવી જતા કાર તણાઈ હતી. નદીના પાણીમાં લગભગ કાર 90 ટકાથી વધુ ડૂબા જવાથી કારચાલક અને તેની સાથેના પ્રવાસી કારના બોનેટ ઉપર બેસી ગયા હતા, ત્યાર બાદ લોકોને જાણ થયા પછી ફસાયેલા પરિવારને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabadના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવ્યુ

ઉપરવાસમાં ભારે વરસાદ પછી નદીમાં પાણીમાં વધારો થતો હોય છે. આજે પણ અચાનક નદીના પાણીમાં ભરાવા વચ્ચે કાર પસાર થતા ડૂબી હતી. સતર્ક કારચાલક અને સાથી પ્રવાસીએ હિંમતપૂર્વક કારના બોનેટ પર ચઢી ગયા હતા. કારના બોનેટ પર ચઢીને બચાવકર્તાઓની રાહ પણ જોઈ હતી, જ્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન નદીના પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. જોકે, ભારે જહેમત પછી તમામ લોકોને કારમાંથી બચાવવામાં આવ્યા હતા. વરસાદના દિવસોમાં ખાસ કરીને તળાવ, કોઝ-વે હોય કે નદીકિનારાના વિસ્તારોની આસપાસથી પસાર થતી વખતે દરેક બાબતની તકેદારી રાખીને પસાર થવું હિતાવહ રહે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Ambaji ગબ્બર વિસ્તારમાં 22 દિવસથી દેખાતું રીંછ આખરે પકડાયું

ઉલ્લેખનીય છે કે ગયા મહિના દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને ચક્રવાતને કારણે હજારો લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું તેમ જ વરસાદ સહિત અન્ય અલગ અલગ બનાવોમાં પચાસથી વધુ લોકોનાં મોત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button