Surat માં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

સુરત : સુરત(Surat) શહેરમાં વધુ એકવાર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. ઉધના દરવાજા ઓવરબ્રિજ પર આજે એક પૂરપાટ દોડતી કારે બાઇકચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા છે. આ સાથે જ કારમાંથી એક ભાજપનો ખેસ, ગ્લાસ, સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું હતું. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માત સર્જનારી કારમાંથી ભાજપનો ખેસ મળ્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉધના દરવાજા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે કારચાલકે બાઈકને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક નશા હોવાનું આશંકા વ્યક્ત કરાઇ રહી છે. કારણ કે કારમાંથી ઠંડા પીણાંની એકની બોટલ, ગ્લાસ અને સિગારેટનું પેકેટ મળી આવ્યું હતું. આ સાથે કારમાં ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો.
Read This….Ahmedabadમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી 4.54 લાખની લૂંટ
પોલીસે બાઈકચાલકની ઓળખ માટેની તપાસ હાથ ધરી
કાર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જ્યારે ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે કારની એર બેગ સુધ્ધા ખુલી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા સલાબતપૂરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે બાઈકચાલકની ઓળખ કરવાની દિશા અને કારચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.