આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના, પીકઅપ એરિયાની છત ધરાશાયી

રાજકોટમાં પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં, રાજકોટ એરપોર્ટ(Rajkot Airport)ના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહારના છત તૂટી પડી(Canopy collapse) હતી. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. વડા પ્રધાન મોદી દ્વારા જુલાઈ 2023 માં રાજકોટ પાસે હિરાસરમાં એરપોર્ટના નવા બિલ્ડિંગનું લોકકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટનો 1400 કરોડથી વધુ ખર્ચ થતો હતો.

ગઈ કાલે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1ની દુ:ખદ ઘટનાના એક દિવસ પછી રાજકોટ એરપોર્ટ પર આ ઘટના બની છે.

| Also Read: Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?

નોંધનીય છે કે દિલ્હીની ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુ(Ram Mohan Naidu Kinjarapu)એ આ સક્રિય પગલાં લેવાની ખાતરી આપતાં કહ્યું હતું કે દેશભરના તમામ એરપોર્ટ પર સ્ટ્રક્ચરની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. એવામાં આજે રાજકોટ એરપોર્ટ પર આ ઘટના બની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button