આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અપાયેલ ડિગ્રી અમાન્ય કહી શકાય?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 58 મો પદવીદાન સમારંભ રાજ્યપાલ દેવ વ્રત આચાર્ય શિક્ષણ મંત્રી કેબિનેટ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા વિગેરે મંચસ્થ મહાનુભાવો વચ્ચે ૫૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ વિવાદમાં
આવ્યો છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય ધરમ કામ્બલીયાનો આક્ષેપ છે કે
સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલપતિએ શિક્ષનમંત્રી અને રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા છે.
સેક્શન 15,35 અને 36 મુજબ કોનવોકેશન સ્ટેચ્યુટ માં નિયત થયેલ પદ્ધતિ મુજબ સમારંભ યોજવાનો હોય,એકેડેમિક કાઉન્સિલ ની રચના જ નથી થઈ.
એકેડેમિક કાઉન્સિલ ની ભલામણ વિના ડિગ્રી વેલીડ ગણાય નહી.ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ની ડિગ્રી રદ થઈ શકે તેવા ગંભીર આક્ષેપ કર્યો હતો.