ગુજરાતના પ્રદેશ પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન : જેમના મતોની લીડ દરેક ચુંટણીમાં વધી છે
નવી દિલ્હી: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ યાત પાટીલ પણ હવે કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. એમણે આ વર્ષે નવસારી બેઠક પરથી રેકોર્ડ મોટો સાથે પોતાની જીત મેળવી છે. છેલ્લી દરેક ચૂંટણીમાં તેમની લીડ સતત વધતી આવી છે. સી આર પાટીલ આમ પણ નરેન્દ્ર મોદીના ઘણા અંગત મનાય છે. પટેલ 36 વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે અને એમણે ભારતીય જનતા પાર્ટી એ સમયે જોઈન કરી હતી જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના મહાસચિવ હતા.
સી આર પાટીલ ગુજરાતના ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ છે. પાટીલે આ વર્ષે નવસારી લોકસભા બેઠક પરથી 7,73,000 મતોની સરસાઇથી જીત મેળવી છે. તો આ વખતે તમને મોદી સરકારની કેબિનેટમાં પણ સ્થાન મળ્યું છે. સી આર પટેલની છાપ ભાજપના એક સમર્પિત નેતા અને કાર્યકર્તાના સ્વરૂપમાં છે અને છેલ્લા 30 વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. સી આર પાટીલ 2009 ના વર્ષમાં પ્રથમ વખત સાંસદ બન્યા હતા.
સી આર પાટીલની એક ખાસિયત રહી છે કે તેમને દરેક ચૂંટણીમાં તેમની લીડની ટકાવારી વધારી છે. દર નવી ચૂંટણીમાં સીઆર પાર્ટીની લીડમાં વધારો જોવા મળે છે. છેલ્લી ચૂંટણીમાં તેમને 5.5 લાખના મતોની લીડથી જીત્યાં હતા.
સી આર પાર્ટીલે પોતાની શરૂઆત 2009 ની લોકસભા ચૂંટણીથી કરી હતી. એ સમયે તેમને ગુજરાતની નવસારી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તે સમયે તેમની લીડ એક લાખની 32000 મતની હતી. જોકે છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં તેમની લીડ પાંચ લાખ 50 હજાર જે પણ વધી છે. સી આર પાટીલને 2014 ની લોકસભા ચૂંટણીમાં 5 લાખ 58000, 2019 ની ચૂંટણીમાં 6,89,000ની લીડ મળી હતી. જ્યારે 2024 ની લોકસભા ચૂંટણીમાં પાટીલે 7.77 લાખની લીડ કરી છે.
આમ તો પાટીલ નો જન્મ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના પીપળી ગામમાં થયો હતો. જોકે 1951 માં જ એમનો પરિવાર ગુજરાત આવી ગયો હતો. એનું શિક્ષણ સુરતથી જ પૂર્ણ થયું હતું અને તેમને 1975 ના વર્ષે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ૧૪ વર્ષ સુધી સેવા પણ આપી છે.