Gujarat વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો…

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે શુક્રવારે વિધાનસભામાં રાજ્યપાલના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, કોંગ્રેસે તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન 86 વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 370 ની કલમ દૂર થતા આપણું સંવિધાન અખંડ થયું છે. બીજી તરફ ગૃહમાં સ્પીચ માટે પ્રથમ વખત એઆઈનો ઉપયોગ થયો હતો. રાજ્યપાલના ઉદબોધન પર ચર્ચા માટે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે અભિભાષણમાં AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો હતો.
Also read : શકિતપીઠ Ambaji મંદિરથી ગબ્બર સુધી 1200 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે
ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા નાબૂદ
ગુજરાતમાં યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા છે. રાજ્યમાં ભોજન માટે અનાજની અછત છે. અનાજ બચાવવા માટે સરકારે સંયમના પગલાં શરૂ કર્યા છે. ખેડૂતોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ ન લેવાની અને આમ જનતાને અઠવાડિયે એક ટંકનું ભોજન જતું કરવાની અપીલ કરવામાં આવી છે. તેવા ઉલ્લેખ કરવામાં આવતા હતા.
Also read : ગુજરાતમાં એસસી-એસટી-ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો દાવો
70 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાયો
આજે મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન વર્ષ 2021- 22 માં રૂપિયા 156007. 02 કરોડ થયેલ છે. જે મુજબ 14.58 ટકાની એકંદર મૂલ્યવૃદ્ધી થઇ છે. સરકારે 70 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે.