આપણું ગુજરાત

સુરેન્દ્રનગરમાં પરસોતમ રૂપાલાના પૂતળાંનું દહન.

ક્ષત્રિય સમાજ સામે પુરુષોત્તમ રૂપાલા ના શબ્દો ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા શહેરમાં રાજકોટની બેઠક પર લડતા પુરષોત્તમ રૂપાલા ની ટિકિટ કેન્સલ કરી અને અન્યને લડાવવા માટે ક્ષત્રિય સમાજ આંદોલનો કરી રહ્યું છે આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવાનોએ પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી અને સૂત્રોચાર કર્યા હતા.

આજે રાજકોટ સીઆર પાટીલ ક્ષત્રિય આગેવાનોને મળ્યા હતા અને આ મામલો શાંત કરવા માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે તેવું જ સૂત્રો દ્વારા જાણવા મળે છે માહિતી મુજબ ગોંડલ જયરાજસિંહ જાડેજા ને મધ્યસ્થી માટે કહેવામાં આવ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button