ગુજરાતમાં ‘યુપી’વાળીઃ સુરતના સૈયદપૂરાના ગેરકાયદે બાંધકામો પર ચલાવાયું ‘બુલડોઝર’…
ગણપતિ મહોત્સવ દરમિયાન સુરતમાં રવિવારે રાત્રે સૈયદ પૂરામાં ભારેલા આગજની જેવી સ્થિતનું નિર્માણ થયા બાદ,મોદી રાત્રે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કુમક સાથે સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ આપતા એકત્રિત થયેલા નારાજ સમુદાયને ખાતરી આપી હતી કે,સૂરજનું પહેલું કિરણ ફૂટતા જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે’ અને પરોઢ સુધીમાં પોલીસે 27 જેટલા આરોપીઓને સરભરા સાથે પકડાઈ લીધા હતા. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની સૂચના પ્રમાણે લગભગ 1 હજાર જેટલા પોલીસ જવાન સ્થિતિને કાબુમાં લેવા પહોચી ગયા હતા. સૈયદપૂરામાં ગણેશ પંડાલ પર કાંકરી ચાળો અને ત્યાર બાદ આસપાસના વાહનો પર પથરાવ, તોડ-ફોડ ની ઘટનામાં ઝ્ડપાયેલા લોકોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવાયું હતું. સૈયદપૂરાના ગીચ વિસ્તારમાં ગેરકાયદે ઊભા કરાયેલા પતરાના શેડને તોડી પડાયા હતા.
આ પણ વાંચો : સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
સૈયદપુરામાં સવારથી ચાલી રહી છે કામગીરી
સુરતના રવિવારથી સંવેદનશીલ બનેલા સૈયદપૂરામાં સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો. હાલ સ્થિતિ હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી. જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.
કોંગ્રેસનો આક્ષેપ
કોંગી નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું કે, સૈયદપુરા પોલીસ ચોકી પાસે આજે વર્ષોથી ચાલતા પતરાનાં શેડમાં ખાણી પીણીની લારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે,આ પતરાનાં શેડ સ્થાનિક સાજીદભાઈ મિર્ઝાનાં છે જેઓ સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાનાં અધ્યક્ષ મોહસીન મિર્ઝાનાં લઘુબંધુ છે.