જામનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ એકનું સારવાર દરમિયાન મોત
જામનગરઃ જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બહાર આવી હતી. આજે વહેલી સવારે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં એકનું મોત થયું છે. ઈમારત ધારાશાયી થયાના સમાચાર મળતા જ જામનગર કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઈમારત ત્રીસેક વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ જામનગરની સાધના કોલોની આવાસનુ ત્રણ માળનું બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા એક વ્યકિત બહાર કાઢવામાં આવ્યો હતો.
ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આખી ત્રણ માળની ઇમારત કોઈપણ પરિવાર ન રહેતા હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી. આજે વહેલી સવારે ઈમારત ધારાશાયી થયાના સમાચાર મળતા જ જામનગર કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ જ એક્સટેન્શનમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના છ ફ્લેટ ધરાશાયી થયાં હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. એક બાળક સહિત ચાર લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.