આપણું ગુજરાત
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, 20 લોકોને બચાવાયા
Ahmedabad News: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં (buildig collapse in Kalupur Ahmedabad) ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફડાતફડી મચી ગઈ હતી. મકાનમાં 20 લોકો ફસાયા (20 person rescued) હતા. જેમાં ફાયર બ્રિગેડ (fire brigade) દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
અમદાવાદના કાલુપુરની માતાવાળી પોળમાં (matawali pol) ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી થતાં 20 લોકો ફસાઈ ગયા હતા. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં આવીને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી અને તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
મકાન ધરાશાયી થતાં મકાનની બાજુમાં આવેલો રસ્તો બંધ (road closed) થઈ ગયો હતો. જેથી લોકો તેમાં જ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં 3 બાળકો પણ હતા.
Taboola Feed