રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષના બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું

વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો.
સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં સભ્યપદમાં ફી માફી અને બસ સેવા ફ્રી આપવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફાળો વધારવામાં આવ્યો.
શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષેથી દર વર્ષે સન્માન કરવામાં આવશે.
પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેરીજનોને “વિશ્વ પર્યાવરણ દિવસના” દિવસે “પર્યાવરણ મિત્રો” એવોર્ડ આપવામાં આવશે.
વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રદ્યુમન પાર્ક ઝુ માં મુલાકાતઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આજી જીઆઇડીસીને જોડતો બ્રિજ બનાવવામાં આવશે.
નવા કોમ્યુનિટી હોલ તથા હયાત હોલનું નવીનીકરણ કરવામાં આવશે.
સરકારી શાળાઓનું નવીનીકરણ કરીને મોડેલ સ્કૂલ બનાવવામાં આવશે.
ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની હસ્તકની મિલકતમાં શિફ્ટ કરવી અને નવું બાંધકામ કરવામાં આવશે.
માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે.
મુખ્ય માર્ગોને “વ્હાઇટ ટોપિગ” ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે.
સોલર રૂફટોપ, નવા સ્મશાન, સેન્ટ્રલ રોડ ડિવાઈડર અને સેન્ટ્રલ લાઇટિંગ, પાર્ટી પ્લોટ, મહિલા હોકર્શ ઝોન અને લાઇબ્રેરી બનાવવામાં આવશે.
આમ બધી સારી સારી જાહેરાતો છે રાજકોટની જનતાને તમામ વસ્તુઓ મળે તેવી લોકો આશા રાખી ને બેઠા છે.