આપણું ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG, અને B.Edમાં પ્રવેશ માટે નિર્ણય લેવાયો

અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના ધાંધીયાથી યુનિવર્સિટી, કોલજો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશને લઇને ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. ત્યારે 7th Julyથી ઓફલાઇન રાઉન્ડ કરીને કોલેજ પર જ પ્રવેશની જવાબદારી ઢોળવાની હતી તો જીકાસ અને સમર્થ પોર્ટલના તાયફા કરીને આટલો સમય શું કામ બગાડવામાં આવ્યો તેવો સવાલ સંચાલક-પ્રોફેસરોમાં ઉઠ્યો છે.

આ પણ વાંચો : યુનિવર્સિટી એડમિશન લઈને સરકારનો નિર્ણય: GCAS પોર્ટલની મુદ્દત વધારાઈ

યુનિવર્સિટી દ્વારા રવિવાર અને જાહેર રજા હોવા છતાં પ્રવેશની સમસ્યાને પહેલી વખત ગંભીર ગણીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રવેશ સંબંધી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં આગામી 7મી જુલાઇથી કોલેજોમાં ઇન્ટરા સે મેરિટથી પ્રવેશ ફાળવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે જૂની પધ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓ જુદી જુદી કોલેજમાં જઇને પ્રવેશ માટે ફોર્મ ભરવાના રહેશે. બેઠક ખાલી હોય તેવી કોલેજો ઓન ધ સ્પોટ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરશે. બાકીની કોલેજો પોતાની પાસે આવેલી અરજીઓમાંથી મેરિટલીસ્ટ બનાવીને ઇન્ટરા સે મેરિટથી વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં 1લીથી 3જી જુલાઇ સુધીમાં જૂની જીકાસની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે. આ પ્રક્રિયામાં પણ વિદ્યાર્થીઓને કોઇ જવાબ આપવા કે માર્ગદર્શન આપવા માટે કોલેજમાં હાજર ન હોવાની ફરિયાદને ધ્યાનમાં લઇને આજે 1લીથી 3જી જુલાઇ સુધી દરેક યુ.જી. કોલેજોએ પ્રવેશની પ્રક્રિયા સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખવાની રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સના બીજા રાઉન્ડમાં પણ 1લીથી 3 જુલાઇ સુધી નવા રજિસ્ટર્એશન અને એપ્લીકેશનમાં ફેરફાર કરી શકાશે. પોસ્ટ ગ્રેજયુએશન કોર્સમાં પણ 4 જુલાઇથી ઓફલાઇન એટલે કે ઇન્ટરા સે મેરિટથી પ્રવેશ ફાળવણી કરવા સૂચના આપી દેવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ