સુરતમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટનાઃ 13 વર્ષની બહેન પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

સુરતઃ શહેરના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના બની છે. 16 વર્ષના ભાઈએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી. દુષ્કર્મ કરી માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું. કિશોરીને પેટમાં દુખાવો થતા શ્રમજીવી માતાપિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ચાર મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. સગા દીકરા વિરુદ્ધ માતાએ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે.
પુત્રીને પેટમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો પુત્ર મયુર (ઉ.વ.16) ( નામ બદલ્યું છે ) અને પુત્રી ખુશ્બૂ (ઉ.વ.13) ( નામ બદલ્યું છે ) પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે. જયારે ખુશ્બૂ ધો. 8 માં અભ્યાસ કરે છે. ગત સોમવારે સવારે ખુશ્બૂને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનોગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જોકે, દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં ખુશ્બૂએ કોઈ જવાબ આપ્યો નહોતો.
બીજા દિવસે ફરી દુખાવો થતા પુછપરછમાં ખુલાસો
બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યુ હતું. માતાએ ફરી પુછપરછ કરતા ખુશ્બૂએ સમગ્ર હકીકત જણાવી હતી જેમાં ચાર પાંચ મહિના પહેલા તેઓ કામ ઉપર ગયા હતા અને ઘરે તે અને ભાઈ મયુર એકલા હાજર હતા ત્યારે મયુરે તેને કહ્યું હતું કે ઘરમાં મમ્મી-પપ્પા પણ નથી અને ઘરમાં આપણે બંને ભાઈ-બહેન એકલા છે. તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે. સગા ભાઈની વાત સાંભળી ચોંકેલી ખુશ્બૂએ ના પાડતા મયુરે તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી. આ હકીકતને પગલે ખુશ્બૂની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે મયુરની અટકાયત કરી છે.
Also Read –