આપણું ગુજરાત

બ્રોડગેજ તો જોઈશે જ, લોક જુંબેશ વેગ પકડે છે.

અમરેલીમાં મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા શહેરના જુદા જુદા નવ સ્થળોએ સંતો, મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત અને સેવાભાવી સજ્જનો દ્વારા પુષ્પ માળા કરીને અમરેલીમાં બ્રોડગેજ લાવવા જનતાના ખુલ્લા સમર્થન માટે “સહી ઝુંબેશ” નો પ્રારંભ કરેલ છે.જેમાં ડોક્ટરો, વેપારીઓ, વકીલો એન્જિનિયરો, શિક્ષકો, મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓએ સહી ઝુંબેશમાં હોશે હોશે ભાગ લઈ અને “હા અમારે બ્રોડગેજ જોઈએ છે, લાવો ક્યાં સહી કરવી છે” એમ કહીને દરેકે સહી કરી હતી તેમજ અશિક્ષિત લોકોએ પોતાનો અંગૂઠો મારીને પણ મિશન બ્રોડગેજ અમરેલીની ટીમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ પક્ષે પણ પ્રયત્નમાં જુકાવ્યુ છે.તેનાં નેતા વીરજી ઠુંમરે પત્ર દ્વારા અવાજ ઉઠાવ્યો છે ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા એ પણ પત્ર લખ્યો છે.

Milan Trivedi (Mumbai Samachar)

પરંતુ જે ગામના નેતા કેન્દ્રમાં મંત્રી હોય, સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોય, અન્ય કદાવર નેતાઓ હોય છતાં પ્રજાનાં પ્રશ્ર્ન માટે તેમનાં તરફથી કોઈ સહકાર નથી મળી રહ્યો તેવી લડત સમિતિના સભ્યો એ દુઃખદ લાગણી વ્યક્ત કરી છે. શહેરના સિનિયર ડોક્ટર દંપતી ડૉ. બી. કે. મહેતા, ડૉ. રેખાબેન મહેતા તેમજ ડૉ. વિરલ ગોયાણી, ડૉ.મીનાબેન ગોયાણી અને ડૉ. રવિ કોલડીયા, ડૉ. વી. પી. રાવળ સહિતના પ્રબુદ્ધોએ પણ સહી કરી સમર્થન આપ્યું હતું.

Milan Trivedi (Mumbai Samachar)

આ સહી ઝુંબેશ દ્વારા માત્ર ત્રણ જ કલાકમાં 3672 લોકોએ સહી કરી મિશન બ્રોડગેજ અમરેલીને સમર્થન આપ્યું હતું.
મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ દ્વારા રાજકમલ ચોક ખાતે આવેલ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના પનોતા પૂત્ર ડૉ. જીવરાજ મહેતાની પ્રતિમાને જાણીતા ગાંધીવાદી સમાજ સેવક દુર્ગાબેન મહેતા તથા તેજસ્વિની વુમન્સ ક્લબના પ્રેસિડેન્ટ આશાબેન દવે તેમજ અમર જવાન જ્યોતિ ખાતે વિદ્વાન ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી અને ડૉ. એ. જે. ડબ્બાવાલા તેમજ કડિયા નાકા સામે આવેલ મહાત્મા મુળદાસજીની પ્રતિમાએ નિવૃત્ત મામલતદાર અને કડિયા સમાજના કાર્યકારી પ્રમુખ હરજીવનભાઈ ટાંક, રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી રવજીભાઈ કાચા તથા જીવનભાઈ હિંગુ તેમજ નાગનાથ સામે હરિરામબાપા ચોકમાં ભોજલરામબાપા, જલારામબાપા અને

Milan Trivedi (Mumbai Samachar)

વાલમરામબાપાની પ્રતિમાને લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા, રામરોટી ટ્રસ્ટના સંચાલક ભરતભાઈ આચાર્ય તથા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી તેમજ સિનિયર સિટીઝન પાર્ક પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ડૉ. પી. પી. પંચાલ તથા ડૉ.હર્ષદ રાઠોડ તેમજ મોટા બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલશાદભાઈ શેખ તથા રીટાયર્ડ રેલવે ઓફિસર લક્ષ્મીકાંત મહાજન તેમજ કોલેજ સર્કલ ખાતે આવેલ શહીદ

Milan Trivedi (Mumbai Samachar)

સ્મારકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ ભુવા, આંતરરાષ્ટ્રીય પરિષદના દડુભાઇ ખાચર, જાણીતા કવિ હરજીવન દાફડા તથા નિવૃત્ત શિક્ષક અને વર્ષોથી વિનામૂલ્યે સાપ પકડવાની સેવા આપતા બાબુભાઈ ડાભી તેમજ ચક્કરગઢ રોડ દાનેવચોકમાં સંત બજરંગદાસ બાપાની પ્રતિમાને પ્રજાપિતા બ્રહ્માકુમારીને સમર્પિત ડૉ. એસ. આર. દવે સાહેબ તથા શ્રવણ પ્રસાદ કેન્દ્રના સંયોજક ભીખુભાઈ અગ્રાવત તેમજ જેસીંગપરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અનાજ કરિયાણા રિટેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ચતુરભાઈ અકબરી તથા ખેડૂત આગેવાન પ્રકાશભાઈ ભડકણ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને સહી ઝુંબેશનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

Milan Trivedi (Mumbai Samachar)

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિશન બ્રોડગેજ અમરેલી સમિતિના વિપુલ ભટ્ટી, ભાર્ગવ મહેતા, રાજેશભાઈ ગાંધી, આશાબેન દવે, મહમ્મદઅલી બારૂની, કૌશિક ટાંક, અજય અગ્રાવત, દીપક મહેતા જાવેદખાન પઠાણ, યોગેશભાઈ કોટેચા, હરેશ સાદરાણી ધર્મેશ જોટંગીયા, શશાંક મહાજન, મનીષ સાંગાણી, અલ્પેશ કાબરીયા, જયસુખભાઈ સોજીત્રા, પ્રવીણ મોલાડીયા, વી. કે. ચાવડા, પંકજભાઈ રાજ્યગુરુ, વિશાલ મહેતા, વિજય ધંધુકિયા, તુલસી મકવાણા, બાબુલ ત્રિવેદી, સુરેશ ભરવાડ, હસમુખ વાજા, ગોપાલભાઈ ઊંધાડ, હાર્દિક હિંગુ, બકુલ પંડ્યા, સુમિત કાબરીયા, ડી.જી.મહેતા, પારસ મસરાણી, હાર્દિક જોશી તેમજ પ્રફુલ રાઠોડ, કિશોરભાઈ જાની, પ્રફુલભાઈ ધામેચા, વિનુભાઈ પોશિયા, દીપકભાઈ પટેલ, ખીમચંદભાઈ ચાંદરણી, પેઇન્ટર જોગી, ભાર્ગવ પંચોલી, હરેશ ભાયાણી, હસમુખભાઈ ઠાકર, એ. બી. ગોહીલ, મધુભાઈ માવાવાળા, ઉષાબેન રાવળ, પાયલ ભોરિંગ સહિતના સ્વયં સેવકોએ આ સહી ઝુંબેશને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. લોકોનાં હિતમાં વ્યાજબી માંગણી હોય છતાં સત્તાધારી ભાજપનાં નેતાઓની નીરસતા આવનારી ચૂંટણીમાં ભારે પડે તો નવાઇ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker