Ahmedabad ના થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહિ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં આજે વહેલી સવારે થલતેજ વિસ્તારની ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ આ આગ બિલ્ડિંગના ત્રણ ફ્લોર 9, 10, અને 11 પર લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જેના પગલે 20 જેટલી ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.
Also read: Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી
જોકે, અત્યાર સુધી મળતી માહિતી મુજબ કોઇ જાનહાનિ નથી થઈ. પરંતુ બિલ્ડિંગને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેમજ હજુ સુધી આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની ઘટનાને પલગે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.