Breaking News: અહમદ પટેલના પુત્ર Faisal Patelએ કોંગ્રેસનો સાથ છોડ્યો, વ્યક્ત કરી આ વેદના
![Breaking News Ahmed Patel son Faisal Patel quits Congress expresses his grief](/wp-content/uploads/2025/02/Breaking-News-Ahmed-Patel-son-Faisal-Patel-quits-Congress-expresses-his-grief.webp)
અમદાવાદ : ગુજરાત અને દેશના રાજકારણમાં એક મહત્વની રાજકીય ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કોંગ્રેસને સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા નેતા સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે( Faisal Patel) કોંગ્રેસ પાર્ટીને વેદના સાથે અલવિદા કહ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે ” ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું.
કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે
તેમણે વધુમાં લખ્યું હતું કે ” મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”
ફૈઝલ પટેલ કયા પક્ષમાં જોડાશે તે અંગે પણ ચર્ચાઓ
જોકે, કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કયા પક્ષમાં જોડાશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જેમાં થોડા સમય પૂર્વે તેમણે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. તેમજ તે સમયે પણ તેમની ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડયું હતું.