આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Breaking: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે, આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના કરૂણ મોત થયા છે. અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કારમાં રહેલા તમામ લોકોના મોત નિપજ્યા છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા છે.

સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી,તે સમયે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા તાત્કાલિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાર્સિંગની છે. આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામ પર કારનું રજીસ્ટ્રેશન છે.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિકા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. અકસ્માતના કારણે ઘટના સ્થળે જ આઠ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

આ બ્રેકિંગ સમાચાર છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button