વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ ચાર માળ ઉંચા ફૂવારા ઉડ્યા

વડોદરાઃ વડોદરા શહેરના મકરપુરામાં એક કોમ્પ્લેક્ષ બહાર ગત મોડી રાત્રે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણના પગલે પીવાના પાણીના ચાર માળ ઉંચા ફૂવારા ઉડતા લાખો લીટર પાણીનું વેડફાટ થયો હતો. ફૂલ પ્રેશરથી પાણીનો ફૂવારો થતો ત્યાંથી પસાર થતાં શહેરીજનો અને રાહદારીઓ જોવા માટે એકઠા થઇ ગયા હતા.
Aslo read: રાજપીપળાની બોગસ Nursing College પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માગ
વડોદરા શહેરના મકરપુરા રોડ પર વગર ચોમાસે વરસાદી માહોલ સર્જાતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે અનેક વિસ્તારોમાં વારંવાર પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
Aslo read: Gujarat માં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કફોડી, આટલા કરોડના વીજ-બિલની ચૂકવણી બાકીa
શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોને દુષિત પાણી અને પૂરતા પ્રેસર સાથે પીવાનું પાણી ના મળતું હોવાની સમસ્યાથી ઝઝુમી રહ્યા હોય ત્યારે તંત્રની બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં સમયાંતરે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાથી હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઇ રહ્યો છે.