બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત

અમદાવાદ: નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે દેવધા ભેંસલા ખાડી રેલવે ટે્રક ઉપર આપઘાત કરવા ગયેલા અને તેને બચાવવા ગયેલા મિત્રનાં મોત થયાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. દાદર-બિકાનેર ટે્રન નંબર 12400 ડાઉન બીલીમોરા-અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી ત્યારે એક યુવાન ટે્રન સામે આવી ગયો હતો. ટે્રન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટે્રન ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવાને પ્રયાસ કર્યો હતો, પરંતુ ટે્રનની ધસમસતી ગતિને કારણે બંને યુવાન ઉપર ટે્રનનાં તોતિંગ પૈડાં ફરી વળતા બંનેનાં મોત થયા હતાં. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉ

Back to top button