આપણું ગુજરાત

બોટાદમાં યુટ્યુબ જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

બોટાદ: ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડનારા બોટાદ જિલ્લાના બે ખેત મજૂરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મુસાફરોને લૂંટવાનું કાવતરું ઘડીને 25 સપ્ટેમ્બરે ઓખા-ભાવનગર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવા બદલ બે ખેત મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષીય જયેશ નાગરભાઈ બાવળિયા અને 55 વર્ષીય રમેશ કાનજી સાલીયાએ યુટ્યુબ પર કેટલાક વીડિયો જોયા બાદ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું.

દેશમાં અલગ-અલગ સ્થળોએ ટ્રેનોને પાટા પરથી ઉતારી દેવા માટેના પ્રયાસોની ઘટનાઓ સામે આવી છે, ટ્રેન ઉથલાવવાના થઈ રહેલા પ્રયાસોની વચ્ચે ગુજરાતમાંથી બે મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારો, પોલીસ વડાઓ અને ફેડરલ એન્ટી ટેરર ​​નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે મળીને ટ્રેક પર વસ્તુઓ મૂકીને મુસાફરોને નુકસાન પહોંચાડવા માટે અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકો વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો

આ અંગે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે બોટાદ શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર, 25 સપ્ટેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યાની આસપાસ કુંડલી ગામ પાસે બંને આરોપીએ રેલવે ટ્રેક પર લોખંડનો સળિયો ઊભો રાખ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન સાથે અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ બચ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ યુટ્યુબ વિડીયો જોઈને ટ્રેનને પાટા પરથી ઉતારવાની રીત શીખ્યા હતા. બંને આરોપી નજીકના કપાસના ખેતરમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન લોખંડની રેલના ટુકડા સાથે અથડાઈને બંધ થઈ ગયું હતું. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી, પરંતુ આ સમયે બંને આરોપી પોતાનું ટુ-વ્હીલર પર ઘટનાસ્થળ પર છોડીને ભાગી ગયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત