આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Salangpur Hanuman: શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 1100 કિલો લાલ-પીળા ખારેકનો શણગાર

અમદાવાદ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી(Salangpur Hanuman)મંદિર ખાતે દાદાને લાલ-પીળા ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 29-06-2024ને શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

| Also Read: जय बाबा बर्फानी: આજથી અમરનાથ યાત્રાનો વિધિવત્ પ્રારંભ, યાત્રાળુઓની પહેલી બેચ રવાના

1100 કિલો લાલ-પીળી ખારેકનો શણગાર

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને લાલ-પીળા ખારેકનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લીધો હતો.શનિવાર નિમિત્તે દાદાને કચ્છથી મંગાવેલી 1100 કિલો લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 6 કલાકનો સમય લાગ્યો હતો. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો