આપણું ગુજરાત

મહુવામાં વીજ શોક લાગવાથી સિંહનું મોત: વન વિભાગે કરી એકની ધરપકડ…

મહુવા: ગુજરાતમાં થોડા દિવસો પૂર્વે રેલવેની અડફેટે મોત થયા બાદ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. ત્યારે આજે ફરી એકવાર સિંહના મોતના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના સિમ વિસ્તારમાં વીજ શોકથી સિંહની મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચો :આ તારીખથી કરી શકશો સિંહ દર્શન, પણ વેબસાઈટ પર બુકિંગ કરાવતા પહેલા સાવધાન!

પ્રાપ્ત વિગતો અનુસાર મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાં ખેતરને ફરતે લગાવવામાં આવેલા વિજ તારના લીધે શોક વાગવાથી સિંહનું મોત થયું હતું. સિંહના મોતના અહેવાલ મળ્યા બાદ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફોરેસ્ટ વિભાગે ખેતરના માલિકની ધરપકડ પણ કરી લીધી છે. મહુવા વન્યજીવ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ આસપાસના વિસ્તારની શોધખોળ કરવા ફોરેસ્ટ વિભાગે માટે ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા અને વીજ કંપનીની મદદ લીધી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે પ્રદેશના ખેડૂતો અને પશુપાલકોએ જણાવ્યું હતું કે સિમની અંદર ખેતરની આસપાસ કરવામાં આવેલ ગેરકાયદેસર વીજ તારના લીધે સિંહોના મોત થતાં રહે છે. જો કે આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત એક ગુનાહિત કૃત્ય છે. જો કે બૃહદ ગીરના વિસ્તારમાં અકસ્માતે સિંહોના મોત થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા જ લિલિયા રેન્જમાં રેલવેની અડફેટે આવી જવાથી સિંહોનું મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button